Live

Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, ગુજરાતથી દિલ્હી સુધી ભાજપની ઐતિહાસિક જીતનો જશ્ન

Gujarat Assembly Election Result 2022 Live Updates: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો

Written by Ashish Goyal
Updated : December 08, 2022 21:57 IST
Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, ગુજરાતથી દિલ્હી સુધી ભાજપની ઐતિહાસિક જીતનો જશ્ન
ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ

Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપની સુનામીમાં કોંગ્રેસના સુંપડા સાફ થઇ ગયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો રાજ્યમાં ઉદયથ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક અને ભવ્ય જીત મેળવી છે. ભાજપે 182માંથી 156 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટી 5 સીટો પર જીત મેળવી છે. સમાજવાદી પાર્ટીને 1 અને અન્યને 3 સીટો મળી છે.

ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડ્યો

ભારતીય જનતા પાર્ટીએ 2022ની ચૂટણીમાં 156 સીટો જીતી છે. આ પહેલા ભાજપનો સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ 127નો રહ્યો છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપે 127 સીટો પર જીત મેળવી હતી. હવે આ રેકોર્ડ તૂટી ગયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચૂંટણી 2022 પરિણામ LIVE Updates જાણો

ભાજપે ગુજરાતમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ બનાવ્યો

ભાજપે 156 સીટો મેળવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે સીટો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી 150 સીટ કોઇ પાર્ટી જીતી શક્યું નથી. આ પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં 1985માં 149 સીટો પર જીત મેળવી હતી. જે અત્યાર સુધી સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ હતો.

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામ જાણો LIVE

ગુજરાતમાં વર્તમાનમાં ભાજપાની સરકાર છે. ભાજપા 27 વર્ષથી સત્તા પર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપને 182 સીટોમાંથી 99 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસને 77 સીટો મળી હતી.

Live Updates

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી દીધો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી દીધો

ગુજરાતના ઇતિહાસમાં ભાજપને સૌથી મોટો જનાદેશ આપીને ગુજરાતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છેઃ PM

મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. મેં વચન આપ્યું હતું કે નરેન્દ્ર સખત મહેનત કરશે જેથી ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડી શકે. ગુજરાતના ઇતિહાસમાં ભાજપને સૌથી મોટો જનાદેશ આપીને ગુજરાતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છેઃ PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ અમદાવાદમાં 21માંથી 19 પર ભાજપની જીત, કોંગ્રેસે દરિયાપુરની બેઠક ગુમાવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ અમદાવાદમાં 21માંથી 19 પર ભાજપની જીત, કોંગ્રેસે દરિયાપુરની બેઠક ગુમાવી

જીત બાદ અલ્પેશ ઠાકોર અને કાર્યકરોમાં જશ્નનો માહોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા

ભાજપે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવવા માટે દિલ્હી કાર્યાલય પહોંચ્યા હતા.

અમિત શાહ ભાજપના દિલ્હી કાર્યાલય પહોંચ્યા

ગુજરાતના લોકોનો જનાદેશને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છુંઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ગુજરાતની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. અમે પુનર્ગઠન કરીશું, સખત મહેનત કરીશું અને દેશના આદર્શો અને રાજ્યના લોકોના અધિકારો માટે લડત ચાલુ રાખીશું. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ધમાકેદાર 77 બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે તેને માત્ર 17 બેઠકો જ મળતી જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આમ આદમી પાર્ટીએ આ 5 બેઠકો જીતી પણ મોટા માથા થયા ઘર ભેગા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: આમ આદમી પાર્ટીએ આ 5 બેઠકો જીતી પણ મોટા માથા થયા ઘર ભેગા

ગુજરાત ચૂંટણી પરિણામ: અમદાવાદમાંથી ભાજપના બીજા ‘અમિત શાહે’ એક લાખથી વધુ માર્જીન મતોથી મેળવ્યો ભવ્ય વિજય

ગુજરાત ચૂંટણી પરિણામ: અમદાવાદમાંથી ભાજપના બીજા ‘અમિત શાહે’ એક લાખથી વધુ માર્જીન મતોથી મેળવ્યો ભવ્ય વિજય

Gujarat Election Results 2022: અમે ખામીઓને સુધારીશું અને લડતા રહેશુંઃ ખડગે

જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ એમ ખડગેએ કહ્યું કે આવું થયું છે, હું તેનો શ્રેય નથી લઈ રહ્યો. લોકશાહીમાં જીત અને હાર હોય છે. આ આપણી વૈચારિક લડાઈ છે. અમે ખામીઓને સુધારીશું અને લડતા રહીશું.

Gujarat Election Results 2022: અસદુદ્દીન ઓવૈસી અને AAP કોંગ્રેસ માટે વોટ કટ બન્યાઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ

ગુજરાત ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખુલાસો રજૂ કર્યો છે. જગદીશ ઠાકોરે ANIને કહ્યું કે, એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી (AAP) અને અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણીમાં કોંગ્રેસના વોટ કાપવાની ભૂમિકા ભજવી હતી. અમે ક્યાં ઓછા પડ્યા તેનું વિશ્લેષણ કરવા અમે ટૂંક સમયમાં એક બેઠક યોજીશું. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ મોરબીમાં ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત, ડુબતા લોકોને બચાવવા મચ્છુ નદીમાં કદી પડ્યા હતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ મોરબીમાં ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત, ડુબતા લોકોને બચાવવા મચ્છુ નદીમાં કદી પડ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો આભાર માન્યો, જીતનો જશ્ન

ગુજરાતમાં મોરબી પૂલ દુર્ઘટના બાદ ભાજપે મેદાનમાં ઉતારેલા કાંતિ અમૃતિયાએ જીત નોંધાવી છે. કાંતિ અમૃતિયાએ 62,079 માર્જીન મતથી જીત મેળવી છે.

Lazy Load Placeholder Image

ભાજપાના સુશાસન પર જનતા જનાર્દને મૂકેલા અતૂટ વિશ્વાસનો આ વિજય છે. ધન્યવાદ ગુજરાત!: ભૂપેન્દ્ર પટેલ

Gujarat Vidhan Sabha Chunav 2022: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારીએ રાજીનામું આપ્યું

ગુજરાત ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. તેનું કહેવું છે કે તે હાર માટે પોતાને જવાબદાર માને છે.

આ ઐતિહાસિક જીત પર હું ગુજરાતની જનતાને સલામ કરું છું: અમિત શાહ

ગુજરાત ચૂંટણી પરિણામ: ભાજપની ઐતિહાસિક જીત પાછળ આ કારણો છે જવાબદાર

ગુજરાત ચૂંટણી પરિણામ: ભાજપની ઐતિહાસિક જીત પાછળ આ કારણો છે જવાબદાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કાતરગામના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

Lazy Load Placeholder Image

હાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક જીત નોંધાવી હતી. સુરતના મજૂરા બેઠક ઉપરથી નોંધાવી હતી ઉમેદવારી

Lazy Load Placeholder Image

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે ગુજરાતના સીએમ પદના શપથ લેશે, પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપસ્થિત રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: બીજેપી તોડશે ગુજરાતમાં સૌથી વધારે સીટનો રેકોર્ડ, જાણો શું છે સ્થિતિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક મતો સાથે જીત નોંધાવી છે. સીએમ પટેલ ઘાટલોડિયાથી ભાજપ તરફથી ચૂંટણી લડી હતી.

Lazy Load Placeholder Image

ભારતીય જનતા પાર્ટીના જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાની જીત થઈ છે

Lazy Load Placeholder Image

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બે વાગ્યા સુધી 19 સીટો ઉપર પરિણામ જાહેર

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બે વાગ્યા સુધી 19 સીટો ઉપર પરિણામ જાહેર થઈ છે. આ સમયે ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો જીતી લીધી છે જ્યારે કોંગ્રેસના ફાળે બે સીટો ગઈ છે. આમ આદમી પાર્ટીની પાંચ બેઠકો ઉપર આગળ છે.

Gujarat Election Results 2022: ભૂપેન્દ્ર પટેલ અને હાર્દિક પટેલ જીત્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. હાર્દિક પટેલ પણ વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયા, વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કતારગામ બેઠક પરથી વિનોદ મોરડિયા જીત્યા છે. જામનગર ઉત્તરમાંથી રીવાબા જાડેજા 42 હજારથી વધુ મતોથી આગળ છે.

60 / 5,000 Translation results 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન કેવું રહ્યું તેના પર એક નજર

Lazy Load Placeholder Image

Gujarat Election Results 2022: રિવાબા જાડેજાએ જીતનો શ્રેય આત્મવિશ્વાસ દર્શાવનારાઓને આપ્યો હતો

જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા 15000થી વધુ મતોથી જીત્યા છે. ચૂંટણી જીત્યા બાદ રીવાબા જાડેજાએ કહ્યું કે, હું મારી સફળતા એ લોકો સાથે શેર કરું છું જેમણે મને ઉમેદવાર તરીકે સ્વીકાર્યો અને મારા માટે કામ કર્યું.

જીત બાદ ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલે જનતાનો આભાર માન્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

Gujarat Election Results 2022: ચૂંટણી પંચે પ્રથમ પરિણામ જાહેર કર્યું

ચૂંટણી પંચે ગુજરાતમાં પ્રથમ પરિણામ જાહેર કર્યું છે, જેમાં ભાજપને સફળતા મળી છે. દાહોદથી ભાજપના કન્હૈયાલાલ બચુભાઈ કિશોરીએ તેમના નજીકના હરીફ INCના હર્ષદભાઈ વાલચંદભાઈ નિનામાને 29350 મતોથી હરાવ્યા.

Gujarat Election Results 2022: કોંગ્રેસે લગભગ 60 બેઠકો ગુમાવી છે

ચૂંટણી પંચના વલણો જોતા કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. કોંગ્રેસને લગભગ 60 બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભાજપને લગભગ એટલી જ બેઠકોનો લાભ મળતો જોવા મળી રહ્યો છે.

વિજય સરઘસ કાઢીને શહેરના નાગરિકોને તકલીફ આપવા નથી માંગતા જેથી વિજય સરઘસ રાખેલ નથી: હાર્દિક પટેલ

હાર્દિક પટેલનો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: બીજેપી તોડશે ગુજરાતમાં સૌથી વધારે સીટનો રેકોર્ડ, જાણો શું છે સ્થિતિ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: બીજેપી તોડશે ગુજરાતમાં સૌથી વધારે સીટનો રેકોર્ડ, જાણો શું છે સ્થિતિ

કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ ભાજપ હેડક્વાર્ટર ગાંધીનગર પહોંચ્યા

Lazy Load Placeholder Image

( એક્સપ્રેસ ફોટો, નિર્મલ હરીન્દ્રન)

વાઘોડિયા બેઠક ઉપર ભાજપના બળવાખોર અને દંબગ નેતા અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવને અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હરાવ્યા છે. જીત બાદ ઉજવણી સાથે ઉત્સાહનો માહોલ

Lazy Load Placeholder Image

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ પર ચર્ચા

સીઆર પાટીલે ભૂપેન્દ્ર પટેલને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાજપ ગુજરાતમાં કોંગ્રેસનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે

ગુજરાતમાં ભાજપ જોરદાર લીડ પર છે. ભાજપ ગુજરાતમાં સૌથી વધુ બેઠકો મેળવનાર પક્ષ બની શકે છે. ગુજરાતમાં કોંગ્રેસે 1980માં 182માંથી 141 અને 1985માં 182માંથી 149 બેઠકો જીતી હતી. હવે એ રેકોર્ડ તૂટતો જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપની ઐતિહાસિક તરફ પ્રશંસકો સેલિબ્રેશનના મૂડમાં, જુઓ તસવીરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપની ઐતિહાસિક તરફ પ્રશંસકો સેલિબ્રેશનના મૂડમાં, જુઓ તસવીરો

ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉજવણી

ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર ભાજપ 152 બેઠકો પર આગળ છે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉજવણી

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર કાર્યકર્તાઓ અને સમર્થકોની ભીડ ઉમટી

વડગામ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર

બનાસકાંઠાની વડગામ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણી અને ભારતીય જનતા પાર્ટીના મણીભાઈ વાઘેલા વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. જોકે, અત્યારે ભાજપના ઉમેદવાર મણીભાઈ વાઘેલા આગળ ચાલી રહ્યા છે.

વરાછામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસીનો જંગ

સુરતની વરાછા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશોર કાનાણી અને આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા વચ્ચે રસાકસીનો જંગ સામે આવી રહ્યો છે. જોકે, આ બેઠક ઉપર અત્યારે કિશોર કાનાણી આગળ ચાલી રહ્યા છે.

ખંભાળિયા બેઠક પર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર

દ્વારકાની ખંભાળિયા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માલુભાઈ બેર અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધીની મતગણતરીમાં બંને ઉમેદવારો વચ્ચે નજીવું અતર છે. જોકે, અયારે ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પાછળ

સુરતના કતારગામ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ મોરાડિયા 50 ટકા ડબલ વોટથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાત ચૂંટણી પરિણામ: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, લલિત વસોયાએ મીડિયા સમક્ષ હાર સ્વીકારી, આપના કારણે કોંગ્રેસને નુકસાન

ગુજરાત ચૂંટણી પરિણામ: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, લલિત વસોયાએ મીડિયા સમક્ષ હાર સ્વીકારી, આપના કારણે કોંગ્રેસને નુકસાન

ગુજરાત ચૂંટણી પરિણામ: શું હાર્દિક પટેલ જીતશે તો મંત્રી પદ મેળવશે?

ગુજરાત ચૂંટણી પરિણામ: શું હાર્દિક પટેલ જીતશે તો મંત્રી પદ મેળવશે?

આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us ટોપ ન્યૂઝ